top of page

રેફરલ નિયમો અને શરતો 

  • એગ્રોસ્ટાર રેફરલ પ્રોગ્રામ તમને તમારા મિત્રોને એગ્રોસ્ટાર એપનો સંદર્ભ આપીને ઈનામ કમાવવા દે છે.

  • રેફરી (ખેડૂત 'બી') એટલે તમારો મિત્ર લાભ: રેફરલ લિંકનો ઉપયોગ કરીને એપમાં જોડાનાર ખેડૂતને રૂ. 120 સુધીનો પુરસ્કાર મળે છે જેનો દાવો એપમાંથી અન્ય ઉત્પાદનો ખરીદતી વખતે કરી શકાય છે.

  • રેફરલ (ખેડૂત 'A') એટલે તમારા માટે લાભ: ખેડૂત 'A' ઉમેરાયેલા દરેક મિત્ર માટે 2 પુરસ્કાર મેળવી શકે છે.

    • જ્યારે તમારા મિત્રો એગ્રોસ્ટાર એપમાં જોડાય ત્યારે તમને રૂ. 30 સુધીનો પુરસ્કાર મળી શકે છે.

    • અને જ્યારે તમારા મિત્રો એપમાંથી સફળ ખરીદી કરે છે ત્યારે તમને રૂ.150 સુધીનો પુરસ્કાર મળી શકે છે.

  • 1 એગ્રોસ્ટાર પોઇન્ટ INR 1 ની બરાબર હશે.

સફળ અથવા કન્ફોર્મ થયેલ ઓર્ડર શું છે?

જ્યારે કોઈ ખેડૂત એગ્રોસ્ટાર એપ પર કોઈ ઓર્ડર અથવા ખરીદી કરે છે અને ઓર્ડર પહોંચાડાય છે.

 

માન્ય રેફરલ શું છે?

  1. જો રેફરી / ખેડૂત B નવા ફોન નંબરથી એગ્રોસ્ટાર એપ ઇન્સ્ટોલ કરીને પ્રથમ વખત એપ પર એક એકાઉન્ટ બનાવે છે, તો તે માન્ય રેફરલ તરીકે માનવામાં આવશે.

  2. જો કોઈ ખેડૂત એગ્રોસ્ટાર એપ ને અનઇન્સ્ટોલ કરે છે અથવા તેને મોબાઇલ માંથી કાઢી નાખે છે અને તેને ફરીથી ઇન્સ્ટોલ કરે છે અથવા ડાઉનલોડ કરે છે, તો તેઓ રેફરલ કોડના ઉપયોગ માટે પાત્ર ગણાશે નહીં.

  3. જો કોઈ ખેડૂત નવા મોબાઇલ નંબર સાથે એગ્રોસ્ટાર એપ ઇન્સ્ટોલ કરે છે પરંતુ તે જ મોબાઇલ નંબર સાથે એગ્રોસ્ટાર એપ ને રજીસ્ટર કરે છે જે પહેલાથી અમારી એગ્રોસ્ટાર એપ સાથે નોંધાયેલ છે, તો તે રેફરલ તરીકે માનવામાં આવશે નહીં.

 

હું મારા ખેડૂત મિત્રોને કેવી રીતે આમંત્રણ આપી શકું?

ખેડૂત મિત્રોને આમંત્રિત કરવા માટે તમે તમારી પ્રોફાઇલમાં ‘તમારા મિત્રોને આમંત્રિત કરો’ બટન પર ક્લિક કરી શકો છો અને તમારી રેફરલ લિંકને શેર કરવા માટે વોટ્સએપ અથવા અન્ય માધ્યમોનો ઉપયોગ કરી શકો છો.

 

શું હું કોઈ મિત્રને અલગ રાજ્ય થી આમંત્રિત કરી શકું છું? 

હા પણ અમારી સેવાઓની ઉપલબ્ધતાને આધારે અમે તમને અથવા તમારા મિત્રોની સેવા કરીશું.

જો ખેડૂત A અને ખેડૂત B બંને અલગ રાજ્ય ના છે અને બંને રાજ્ય એગ્રોસ્ટાર દ્વારા સેવા આપતા રાજ્યો છે, તો ખેડૂત A ને રાજ્ય માં રેફરલ કોડ પોલિસી અનુસાર પુરસ્કાર મળશે.

 

મને મારું ઈનામ ક્યારે મળશે?

  1. રેફરી/ખેડૂત B જેમ જ એપ પર તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરશે કે તરત જ તેને પુરસ્કાર મળશે.

  2. જ્યારે તમારા મિત્રો (ખેડૂત B) એગ્રોસ્ટાર એપમાં જોડાશે ત્યારે તમને (ખેડૂત A) તમારો પહેલો પુરસ્કાર મળશે. અને જ્યારે તમારો મિત્ર એપ્લિકેશનમાંથી સફળ ઓર્ડર આપશે ત્યારે બીજો ઉપલબ્ધ થશે.

હું કેટલા મિત્રોને આમંત્રણ આપી શકું?

તમે આમંત્રિત કરી શકો છો તે મિત્રોની સંખ્યાની કોઈ મર્યાદા નથી. પરંતુ એક મહિનામાં તમે માત્ર 10 મિત્રોને જ સફળતાપૂર્વક રેફર કરી શકો છો.

10 થી વધુ મિત્રો એગ્રોસ્ટારમાં જોડાશે તો?

1. તમે ફક્ત 10 મિત્રો માટે ઇનામ મેળવી શકો છો. તમારા 10 મા મિત્ર સફળતાપૂર્વક એગ્રોસ્ટારમાં જોડાયા પછી તમારી પ્રોફાઇલમાં પુરસ્કારો ઉમેરવામાં આવશે નહીં.
2. પરંતુ તમારા બધા મિત્રો જે તમારા રેફરલ દ્વારા જોડાશે તેમને એગ્રોસ્ટારમાં જોડાવા માટે ચોક્કસ વળતર મળશે.

 

શું મને રેફરલ કોડની જરૂર છે?  

ના, તમારે રેફરલ કોડની જરૂર રહેશે નહીં. જ્યારે, તમે એપ ને ઇન્સ્ટોલ અથવા ડાઉનલોડ કરવા માટે તમારી લિંકનો ઉપયોગ કરો છો, તો અમે તમને તમારા ખેડૂત B સાથે કનેક્ટ કરીશું.

ખાતરી કરો કે તમારા મિત્રો તમારી રેફરલ લિંક નો ઉપયોગ કરી રહ્યા છે એપ ઇન્સ્ટોલ કરવા માટે; તમે પુરસ્કાર માટે ત્યારે પાત્ર બનશો.

 

મારા ઈનામની માન્યતા (વેલિડિટી) શું છે?

  1. ફાર્મર બી માટે રેફરી - ખેડૂત બી અથવા જેઓ એપમાં જોડાયા છે તેઓએ એપ ઇન્સ્ટોલ કર્યાના 30 દિવસની અંદર પ્રાપ્ત થયેલા એગ્રોસ્ટાર પુરસ્કારોનો ઉપયોગ કરવો આવશ્યક છે. અન્યથા આ પુરસ્કારોની માન્યતા 30 દિવસ પછી સમાપ્ત થઈ જશે.

  2. ખેડૂત A માટે - ખેડૂત A અથવા તમારી પાસે ઇનામનો ઉપયોગ કરવા માટે 45 દિવસ હશે. 45 દિવસ પછી આ એકત્રિત પુરસ્કારોની સમયસીમા સમાપ્ત થઈ જશે.

એગ્રોસ્ટાર પોઇન્ટ સ્થાનાંતરિત (ટ્રાન્સફર) કરી શકાય છે?

એગ્રોસ્ટાર પોઇન્ટ કોઈપણ પૈસામાં ટ્રાન્સફર અથવા બદલી કરી શકાતા નથી. બહુવિધ ખાતાઓમાં ઉપાર્જિત કરાયેલા એગ્રોસ્ટાર પોઇન્ટ કોઈપણ પરિસ્થિતિમાં એક અથવા બહુવિધ ખાતામાં સ્થાનાંતરિત કરી શકાતા નથી. 

 

સમાપ્તિ અને ફેરફાર

એગ્રોસ્ટાર કોઈપણ સૂચના વિના કોઈપણ સમયે આ રેફરલ પોલિસીના કોઈપણ નિયમો અને શરતોને સ્થગિત અથવા સમાપ્ત કરી શકે છે અથવા બદલી શકે છે.

ખેડૂત A અને ખેડૂત B બંને માટે પુરસ્કારની રચના પણ કોઈપણ સમયે બદલાઈ શકે છે.

જો એગ્રોસ્ટારને લાગે છે કે કોઈ એકાઉન્ટ પર કોઈ અયોગ્ય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, તો એગ્રોસ્ટારને 'આઈડી' અથવા એકાઉન્ટને કાઢી નાખવાનો અધિકાર છે.

 

નિયમ અને શરતો માં અપડેટ

એગ્રોસ્ટાર કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના આ નિયમો અને શરતોને અપડેટ કરી શકે છે અને આ સ્થિતિ માં ખેડૂત A અને ખેડૂત B કંપની વિરુદ્ધ કોઈ વળતર મેળવવાનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. અપડેટ નિયમો અને શરતો બતાવવા માટે આ પૃષ્ઠમાં ફેરફાર કરવામાં આવશે.

bottom of page