રેફરલ નિયમો અને શરતો
-
એગ્રોસ્ટાર રેફરલ પ્રોગ્રામ તમને એગ્રોસ્ટાર એપ માં તમારા ખેડૂત મિત્રોને જોડીને એગ્રોસ્ટાર પોઇન્ટ ના રૂપમાં ઇનામ કમાવવાની તક આપે છે.
-
કૃપા કરીને નોંધો કે અમે રેફરી અથવા ખેડૂત A અને રેફર અથવા ખેડૂત B નો આગળ ઉપયોગ કરીશું.
-
રેફરી અથવા ખેડૂત A નો મતલબ છે જેને રેફર કર્યા એટલે તમે.
-
રેફર અથવા ખેડૂત B નો મતલબ છે જેને રેફર કર્યા છે એટલે કે તમારો મિત્ર
-
1 એગ્રોસ્ટાર પોઇન્ટ INR 1 ની બરાબર હશે.
રેફરી / ખેડૂત B ના રેફરલ ના ફાયદા?
-
જે ખેડૂત રેફરલ કોડનો ઉપયોગ કરીને એગ્રોસ્ટાર એપ પર પોતાની પ્રોફાઇલ બનાવે છે તેમને રૂ.100 એગ્રોસ્ટાર પોઇન્ટ મળે છે. આ પોઇન્ટ નો ઉપયોગ ખેડૂત એગ્રોસ્ટાર એપથી કૃષિ પ્રોડક્ટ ને ખરીદવા અથવા ઓર્ડર કરવા માટે થઈ શકે છે.
-
ખેડૂત A માટે રેફરલ પોઇન્ટના ફાયદા: જ્યારે તમારા મિત્રો એગ્રોસ્ટાર એપ્લિકેશનમાં જોડાશે, ત્યારે તમને 25 એગ્રોસ્ટાર પોઇન્ટ મળશે. અને જ્યારે તમારા મિત્રો એપ્લિકેશનમાંથી સફળ ખરીદી કરશે, ત્યારે તમને 125 એગ્રોસ્ટાર પોઇન્ટ મળશે.
સફળ અથવા કન્ફોર્મ થયેલ ઓર્ડર શું છે?
જ્યારે કોઈ ખેડૂત એગ્રોસ્ટાર એપ પર કોઈ ઓર્ડર અથવા ખરીદી કરે છે અને ઓર્ડર પહોંચાડાય છે.
માન્ય રેફરલ શું છે?
-
જો રેફરી / ખેડૂત B નવા ફોન નંબરથી એગ્રોસ્ટાર એપ ઇન્સ્ટોલ કરીને પ્રથમ વખત એપ પર એક એકાઉન્ટ બનાવે છે, તો તે માન્ય રેફરલ તરીકે માનવામાં આવશે.
-
જો કોઈ ખેડૂત એગ્રોસ્ટાર એપ ને અનઇન્સ્ટોલ કરે છે અથવા તેને મોબાઇલ માંથી કાઢી નાખે છે અને તેને ફરીથી ઇન્સ્ટોલ કરે છે અથવા ડાઉનલોડ કરે છે, તો તેઓ રેફરલ કોડના ઉપયોગ માટે પાત્ર ગણાશે નહીં.
-
જો કોઈ ખેડૂત નવા મોબાઇલ નંબર સાથે એગ્રોસ્ટાર એપ ઇન્સ્ટોલ કરે છે પરંતુ તે જ મોબાઇલ નંબર સાથે એગ્રોસ્ટાર એપ ને રજીસ્ટર કરે છે જે પહેલાથી અમારી એગ્રોસ્ટાર એપ સાથે નોંધાયેલ છે, તો તે રેફરલ તરીકે માનવામાં આવશે નહીં.
હું મારા ખેડૂત મિત્રોને કેવી રીતે આમંત્રણ આપી શકું?
ખેડૂત મિત્રોને આમંત્રિત કરવા માટે તમે તમારી પ્રોફાઇલમાં ‘તમારા મિત્રોને આમંત્રિત કરો’ બટન પર ક્લિક કરી શકો છો અને તમારી રેફરલ લિંકને શેર કરવા માટે વોટ્સએપ અથવા અન્ય માધ્યમોનો ઉપયોગ કરી શકો છો.
શું હું કોઈ મિત્રને અલગ રાજ્ય થી આમંત્રિત કરી શકું છું?
હા પણ અમારી સેવાઓની ઉપલબ્ધતાને આધારે અમે તમને અથવા તમારા મિત્રોની સેવા કરીશું.
જો ખેડૂત A અને ખેડૂત B બંને અલગ રાજ્ય ના છે અને બંને રાજ્ય એગ્રોસ્ટાર દ્વારા સેવા આપતા રાજ્યો છે, તો ખેડૂત A ને રાજ્ય માં રેફરલ કોડ પોલિસી અનુસાર પુરસ્કાર મળશે.
મને મારું ઈનામ ક્યારે મળશે?
-
જ્યારે ખેડૂત B એગ્રોસ્ટાર એપ પર પોતાનું એકાઉન્ટ સફળતાપૂર્વક પૂરું બનાવી લે, ત્યારે ખેડૂત A એટલે તમને રેફરલ કોડ યોજના હેઠળ ઇનામ / એગ્રોસ્ટાર પોઇન્ટ આપવામાં આવશે.
-
જ્યારે તમે શેર કરેલ એપ્લિકેશન લિંક દ્વારા તમારા મિત્ર (ખેડૂત બી) એગ્રોસ્ટાર એપ્લિકેશન સાથે જોડાશે ત્યારે તમને (ખેડૂત એ) 25 એગ્રોસ્ટાર પોઇન્ટ મળશે. અને જ્યારે તમારા મિત્ર એપ્લિકેશનમાંથી સફળ ઓર્ડર લે છે ત્યારે 125 એગ્રોસ્ટાર પોઇન્ટ્સ મળશે.
હું કેટલા મિત્રોને આમંત્રણ આપી શકું?
તમે કોઈપણ સંખ્યાના મિત્રોને આમંત્રિત કરી શકો છો. પરંતુ તમે ફક્ત 10 મિત્રો માટે જ ઈનામ મેળવો છો.
10 થી વધુ મિત્રો એગ્રોસ્ટારમાં જોડાશે તો?
1. તમે ફક્ત 10 મિત્રો માટે ઇનામ મેળવી શકો છો. તમારા 10 મા મિત્ર સફળતાપૂર્વક એગ્રોસ્ટારમાં જોડાયા પછી તમારી પ્રોફાઇલમાં પુરસ્કારો ઉમેરવામાં આવશે નહીં.
2. પરંતુ તમારા બધા મિત્રો જે તમારા રેફરલ દ્વારા જોડાશે તેમને એગ્રોસ્ટારમાં જોડાવા માટે ચોક્કસ વળતર મળશે.
શું મને રેફરલ કોડની જરૂર છે?
ના, તમારે રેફરલ કોડની જરૂર રહેશે નહીં. જ્યારે, તમે એપ ને ઇન્સ્ટોલ અથવા ડાઉનલોડ કરવા માટે તમારી લિંકનો ઉપયોગ કરો છો, તો અમે તમને તમારા ખેડૂત B સાથે કનેક્ટ કરીશું.
ખાતરી કરો કે તમારા મિત્રો તમારી રેફરલ લિંક નો ઉપયોગ કરી રહ્યા છે એપ ઇન્સ્ટોલ કરવા માટે; તમે પુરસ્કાર માટે ત્યારે પાત્ર બનશો.
મારા ઈનામની માન્યતા (વેલિડિટી) શું છે?
-
રેફરી ખેડૂત B માટે - ખેડૂત B અથવા જેને જોડેલ છે તેને એપ ઇન્સ્ટોલ કરવાના 30 દિવસની અંદર પ્રાપ્ત કરેલ એગ્રોસ્ટાર પોઇન્ટ નો ઉપયોગ કરવાનો રહેશે. નહીં તો 30 દિવસ પછી આ પોઇન્ટ ની માન્યતા સમાપ્ત થઇ જશે.
-
ખેડૂત A માટે- ખેડૂત A મતલબ જેને ખેડૂત B ને જોડ્યા છે. તેની પાસે એપ વોલેટમાં રેફરલ દ્વારા મેળવેલ એગ્રોસ્ટાર પોઇન્ટ નો ઉપયોગ કરવા માટે તેમની પાસે 45 દિવસ નો સમય હશે. 45 દિવસ પછી આ જમા કરેલ પોઇન્ટની માન્યતા સમાપ્ત થઈ જશે.
એગ્રોસ્ટાર પોઇન્ટ સ્થાનાંતરિત (ટ્રાન્સફર) કરી શકાય છે?
એગ્રોસ્ટાર પોઇન્ટ કોઈપણ પૈસામાં ટ્રાન્સફર અથવા બદલી કરી શકાતા નથી. બહુવિધ ખાતાઓમાં ઉપાર્જિત કરાયેલા એગ્રોસ્ટાર પોઇન્ટ કોઈપણ પરિસ્થિતિમાં એક અથવા બહુવિધ ખાતામાં સ્થાનાંતરિત કરી શકાતા નથી.
સમાપ્તિ અને ફેરફાર
એગ્રોસ્ટાર કોઈપણ સૂચના વિના કોઈપણ સમયે આ રેફરલ પોલિસીના કોઈપણ નિયમો અને શરતોને સ્થગિત અથવા સમાપ્ત કરી શકે છે અથવા બદલી શકે છે.
ખેડૂત A અને ખેડૂત B બંને માટે પુરસ્કારની રચના પણ કોઈપણ સમયે બદલાઈ શકે છે.
જો એગ્રોસ્ટારને લાગે છે કે કોઈ એકાઉન્ટ પર કોઈ અયોગ્ય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, તો એગ્રોસ્ટારને 'આઈડી' અથવા એકાઉન્ટને કાઢી નાખવાનો અધિકાર છે.
નિયમ અને શરતો માં અપડેટ
એગ્રોસ્ટાર કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના આ નિયમો અને શરતોને અપડેટ કરી શકે છે અને આ સ્થિતિ માં ખેડૂત A અને ખેડૂત B કંપની વિરુદ્ધ કોઈ વળતર મેળવવાનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. અપડેટ નિયમો અને શરતો બતાવવા માટે આ પૃષ્ઠમાં ફેરફાર કરવામાં આવશે.